G-shala નું રજીસ્ટ્રેશન ચાલતું હતું, વિદ્યાર્થીનું ઘર દૂર હોવાથી શિક્ષકને શાળામાંથી sign up કરતી વખતે OTP માટે વાલીને નવા નંબર પરથી ફોન કર્યો ત્યારે.....
શિક્ષક : હું.... xxx શાળામાંથી શિક્ષક બોલું છું. તમારી પાસે અત્યારે otp આવ્યો હશે તે લખાવોને?
વાલી : તે દિવસે તો તમે આધારકાર્ડ બંધ થઈ જશે એવું કહી otp માંગ્યો હતો ?અને મૂઆ આજે તને શિક્ષકના નામે ફ્રોડ કરતાં શરમ નથી આવતી? હવે શિક્ષકના નામે ઠગાઈ ચાલુ કરી દીધી!! જરૂર હશે તો અમારા શિક્ષક ઘરે આવશે, સમજ્યો? હવે પછી ફોન કર્યો છે તો ? જુઓને, બીજાનો ગુસ્સો માસ્તર પર!!!😀😃😄😜
__________________________________________
આપણા વિચારો બીજા સાથે સુસંગત ન હોય ત્યારે *negative* માં ખપાવી ignore કરે એ સમજાયું પણ *positive* જાણી mobile પણ switch of કરી દે એ ન સમજાયું!!!! કોરોના!!!!
😅😂🤣😜
__________________________________________
પોહટે : બાહ, આજ હોજા ને યોગ દિન આખાય. તુમી ભી આમણી આરે યોગ કરુના આય!
બાહ : (xxxx 😡) ઓગા ઓગા બહા તે, બળી જાય તુમણા યોગા ! તુમણી વાઈ સવારથી હાંજ હુધી કાંઈ બાકી રાખે તાંઈ કા? ઈ કાં તુમાં નવા નવા હુજે તે!!!!!
😅😂🤣🤪
__________________________________________
મંગી બણી ભાષા ભણાવતી અતી, તહામાં ભાવાડ અચ્ચુકો આવી જાય. પોહા તુમી મુખવાચન કરા, તાં હુધી મેં જીરી વાત કરી લે! પેલે બે જણે વાત કરુની ચાલુ કધી અને એધે પોહે મોટે મોટેથી વાંચું લાગને. પોહા તુમા મેં મુખવાચન કરુના આયખા.અને તુમી તે જોર જોરથી વાંચા ! બેન તુવે જ તે આયખા ઉલે!
મંગી : (ખાખણીમા) તુમી ડોબે તે ડોબે જ રમને. પુણ તહામા યાદ આવી ગુવા.....અને
મંગી : ચાલા તે મૂકા વાંચન! પોહે તે નાચું કૂદુ લાગને, તુમા મેં અવે કેણી ભાષામાં ભણાવે?
પોહે : ઈમી આયખિ તી જ ભાષામાં જ!!
ભાવાડ : (મનમાં જ બબડનો) જહી મેતી તહે જ પોહે!!!! એમાં પોહાયો કાં વાંક? 😀😃😛😝
__________________________________________
પપ્પુ : (મોટાઈમાં), મેં એક વિદ્યાર્થીને ૧૨૦૦૦ રુપિયાનો કેશિઓ વાજીંત્ર લઈ આપ્યું.
દુકાનદાર : કઈ ખુશીમાં?
પપ્પુ : એ તો સંગીત સ્પર્ધામાં નંબર આવ્યો એટલે!
દુકાનદાર : તમારાં પૈસાથી કે શાળાના પૈસાથી ?
પપ્પુ : (ઝટકાથી), મારા જ પૈસાથી ને? કેમ એવું પૂછવું પડ્યું ? મારી વાતમાં તમને કંઈ શંકા છે?
દુકાનદાર : (ખભે હાથ મૂકીને) ના ભાઈ! મને તમારા પર કોઈ શક નથી પણ............એ તો તમારો પ્રિન્સિપાલ કહેતો તો કે, ઘરનું સાઉન્ડ સિસ્ટમનુ ભાડું મારા પરથી વસુલે અને ટેમ્પાનું ભાડું બાળકો પાસેથી વસુલે એવું કીધું તું એટલે !
પપ્પુ : બિચારો, પપ્પુ શું બોલે ?😄😃😜🤪
__________________________________________
पप्पू और गप्पु दोनों एक ही स्कूल में पढ़ाते थे ।
गप्पु हेडमास्टर होने के बावजूद वे पप्पू से समय पालन नहीं करवाने से परेशान था। एक दिन.......
गप्पु : (चिल्ला कर)पप्पू, कभी तो सही समय पर आया करो!
पप्पू : गप्पु ? चिल्ला मत, कभी तुम भी सही समय पर जाया करो !
🙏😜🤪
__________________________________________
શિક્ષક: (વાલીને) તમારા બાળકને આપણા ગામની શાળામાં મૂકો જેથી શાળા બંધ ના થાય, શિક્ષકોની સંખ્યા જળવાઈ રહે અને તમારા બાળકને દૂર સુધી નહીં જવું પડે!
વાલી: પણ માસ્તર એવું છે ને,બાજુની શાળાનાં માસ્તર આવ્યા હતાં, તે તો બાળકને ઘરબેઠા 🚐શાળાએ લઈ જશે, તે ઉપરાંત 🎒👖👚🧦👟👟🌂📚 ✏️પોકેટમની, અને મારા માટે 🚬🍾 પણ આપવા તૈયાર છે! હવે તમારે વિચારવાનું છે કે મારે અહીં રહેવાનું છે કે બીજે,સોદો મંજૂર હોય તો કાલે બાનું આપતા જજો!!!
😛😝😜🤪
__________________________________________
બે મદિરામેન વાતો કરતાં હતાં....
પહેલો: મારે ત્રણ વર્ષ સુધી બિલકુલ ચિંતા નઈ!
બીજો : કેમ ? જલ્દી કહે તો ખરો! શું કામ મારું ટેન્શન વધારે છે?
પહેલો : તો સાંભળ, મારે ૫,૪ અને ૩ વર્ષના ત્રણ બાળકો છે.
બીજો: એમાં વળી શું?
પહેલો : ત્રણ વર્ષ સુધી આપણી શાળામાં મારા બાળકોના જવાથી જ ૬૧ થશે!!
બીજો : એમાં તો માસ્તરને ફાયદો,એ બીજે જવાથી બચી જશે. તેમાં તું કઈ ખુશીમાં.... ઘૂંટ બે ઘૂંટ કરે છે?
પહેલો : (ગળગળા સ્વરમાં) એ તો છે..છે...છે..છેને માસ્તર 'મને'અને 'મારા' બાળકોને દત્તક લેવા તૈયાર છે!!!😝😛😜
0 Comments