પરપ્રાંતીય લોકો ગામડાઓમાં આવીને પોતાનો વેપાર ધંધો વધારવા માટે સ્થાનિક બોલીઓને શીખીને લોકોમા ભળી જાય છે. તમે ખેરગામ તાલુકાના ગામડાઓમાં ઘણાં વર્ષોથી સ્થાયી અન્ય સમાજના લોકોને પણ ધોડિયા, કુકણા, કોંકણી, જેવી બોલીઓમાં બોલતાં જોવા મળશે.
પરંતુ ધોડિયા સમાજના લોકોને ધોડિયા બોલી બોલવી નાનમ લાગે છે. સરકારશ્રીના પરિપત્ર અનુસાર આપણે આદિવાસી સમાજના છીએ એ સાબિત કરવા માટે પણ ધોડિયા બોલી આવડવી જરૂરી છે.તેમજ રીતરિવાજો પણ અનુસરવા ઘણા અગત્યના બની ગયા છે. દરેક સમાજના લોકો પોતાના સમાજ પ્રત્યે ગૌરવ અનુભવે છે, તો આપણે પણ ગર્વથી કહેવું જોઈએ કે અમે આદિવાસી ધોડિયા છીએ.
હું પણ બાળપણથી ધોડિયા બોલીમાં બોલીને શિક્ષક બન્યો છું. પરંતુ મને ધોડિયા બોલીમાં બોલવું જરાય સંકોચ થતો નથી.
મને ખબર કે હું જાણું છું તેટલાં શબ્દો અહીં આપવાનો પ્રયત્ન કર્યો છે.
✍️SB KHERGAM EDU BLOGGER
(SURESH PATEL, VEN FALIYA KHERGAM, SHAMLA FALIYA PRATHAMIK SHALA KHERGAM)
ગુજરાતી ધોડિયા
મારું - માણા
તારું - તુણા
કેમ છે - કહાંક/કોહાંક આય
સારું છે.- હાજાં આય
છોકરો - પોહો
છોકરી - પોહી
પિતા - બાહ
માતા - વાય, આઇડી, આયા
બેન - બણી
ભાઈ - ભાયા
ઢોર - ડોબાં
દાદા - ઘડો બાહ, બાલો
હું આવું છું - મેં આવે તાંય
વાઘ - ખડિયાં
બનેવી - ભાવડ
ખાધુ કે - ખાધાં કાહે
ભાઈ - ભાહ
ક્યાં જાવો છો? - કેધે ચાલનો?
ક્યાં ગયાં હતાં? કે ધે ગેલો ?
ક્યાં ગયો ? - કે ધે ગો ?
એ બાજુ ગયો. - એ ધે ગો.
પાંગળો - ફોદો
દાદી - ઘઢી આય, આયલી
મોકલજો - દવડી, દવડજા
બોલાવે છે.- હાદે તાય
બૂમ પાડે છે.- બમ પાડે તાય
તમે - તુમી, તુવા
તમારા - તુમણા
તમારી - તુમણી
જોઈએ છે. - જોજે તાય.
આપજે - ઓફી, ઓફજે
ખાધું - ખાધાં
નહાવું - અંગોળ
નફ્ફટ - નકટો
જાઓ છો કે નહીં? - જામનો કાં નાય?
પત્ની - દોહાડી
પતિ - માટી, માટીડો
પેન્ટ - લેંઘો
પહેરવું - પોધો
બકરી બકરો - બોકડી બોકડો
મરચું - મીચીલો
કોને ? - કૂણાં
કહ્યું - આયખા
કહ્યું હતું.-આખેલા આય
કાંજી - ભડકાં, પેજવા
પીવું છે કે નહીં? પીમનો કાં નાય?
ઊંઘવું છે કે નહીં? હૂમનો કાં નાય?
ભણવું - ભણુનો
ભાગવું - નાંઠો
સાવરણી - ભુહારી
બ્લાઉઝ - ડગલી,
બૂટ - ખાહડે
છોકરાં - પોહટે
છોકરો - પોહો, પોહટો
છોકરી - પોહી, પોહટી
છોકરું - પોહા
ખેતર - કેન્ડા, કિયાડે, કેન્ડુ
હમણાં જ - ઈમી જ
રમવા માટે - રમું લાગ.
જવા દે - જામદે
રિસાઈ ગઈ - ખતાય ગોયેલી.
જોવા માટે - હેરુલાગ
શોધવા માટે- હોધુલાગ
સળગાવુ - હળગાવી
દીધું - દેધા
લીધું -લેધા
દીધું - દેધા.
જોયો હતો - હેરેલો
જોઈએ હતી. - હેરેલી
જોઈ - હેરી
ખેરગામ - ખરગાવ
શાક - હાક
કાપવા - કાપુલાગ
સારું થયું - હાંજા ઉના
સળગી ગયું- બળી ગુવા
સ્વર્ગસ્થ - મન્નાર
ઘરજમાઈ - ખંધાડ, ખંધાડિયો
બળદ -બલીયો,બલ્યો
વાંસ - વહજાળ
બાવળ - બાવળો
કેમ ? - કજે?
શું કરવું? કાં કરુના ?
ઈંડાં - હાખવે
કરમદા - કમદી
કેમ - કજે
ક્યારે - કેદીહ
દોડી ગયો - ધમધી ગો.
કાઢી મુકવું - ખદેડી મુકવું, તગેડી મુકવું.
હોશિયાર- પાકો, પાકટો,પાકટુ, પાકટી
ઘણું - બો
જરીક, ઓછું - જીરીક
પડવું - ગબડી
જવું - ગોઈ
તરસ - તીહ
રિસાઈ - ખતાઈ
બિમાર - માંદી, માંદો
કાચો રસ્તો - ગઢેર
નવોઢા - નવરી
વરરાજા - નવરો
પહેલી વાર સાસરે જતાં વર અથવા કન્યા સાથે મોકલાતો સોબતી - કુરુલી
વર અને કન્યા ની લગ્ન ગોઠવનાર - વહટાળિયો
લાલચમાં આવેલો - પેધો પડનેલો
છેતરી જવું - ઠગી ગો. ગો - પુરુષ, ગોઈ- સ્ત્રી, ગુવા. બાળક
ડરપોક, બીકણ- પાદર, પાદરો, પાદરી
કઈ, કયો, કયા - કેણી, કેણો, કેણા
ધોતિયું - ફાળિયું
લેવાના - લેમના
હોશિયારી - ચપલાઈ
જલદી - હદિકો, હદિકી,હદિકાં
નીકળી જાઓ. ચાલુમડા તે.
બડબડવુ બડબડાટ- બબડે બબડની, બબડનો
અભિમાન - ભમરી
લેવા માટે - લેવલાગ
આવ્યો - આમનો
ડાકણ - ભૂતાળી
અશક્ત - પેંગો,ફોદો
પથ્થર - દગડો, દગડો
પરોણા,સગા - પાવણો, પાવણી, પાવણા
વાસણ - બાહણે
કોતરડુ - ખનકુ,ખનકા,ખનકી
ભાત - કોદોઈ
રાખ - હારખાત
સાસરું - હહરવાડ
સરખો સરખો સરખું - પાધરો પાધરી, પાધરુ
બારમું - દિયાડો
ધામણ જનાવર - દિઘાડો
કરચલો - કુચિલો
પાણીમાં રહેતો બિનઝેરી સાપ- એન્ઢવો
નાનાં ઝીંગા - તૂતીડા
માટીની તાવડી - ઠીકરી
માટીનો વાડકો: ઠોબલુ
માટીનું તપેલાં આકારનું વાસણ - હાંડલી, હાલ્લી
પશુ - ડોબો, ડોબી,
બળદ- ગોધો
કીડી- મૂઈલી,
મંકોડો - મૂઈલો
પગ- ટાંટિયો
ઝઘડ્યા -બાઝાયના
સાંજે - વખાતે
પત્નીની મોટી બહેન - આકાડહાહુ
સાસુ - હાહુ
સસરો - હહરો
પપ્પાના મોટા ભાઈની પત્ની - વડાઈ, મોટીમાય
મસ્તીખોર - ચેન્દરો
ગુંદર - ગુંદિર
મગજમારી - ટાંયલા
શિયાળ - કોલુ, કોલા
ગરોળી - પચુલી
વાણિયો જતું - તિડિયો
પપૈયા- પપે
ઘૂંટણ - માંડિયા
અંગારા - ઈન્ગળા, ઇંગાળા
છાનીમાની - ઓગી ઓગી
છાનોમાનો - ઓગો ઓગો
અળવીતરું - ઘેલછપો
દાતણ - દાતુણ
માર ખાશે- ગોદો ખી
ઠંડી - હી
અળદ -ઉળીદ
ચોળી - ચવળા
બુલબુલ - ટૂપીહૂડિયો
કાળોકોશી - ઢેચૂડિયો
ફુલચુસણી - ફૂલચૂક
ચાકરણ - મુહારમુંડો
સાપ - ગડાહ, ગડહો
માળો - ગોઠો
ભગાડી ગયો - લે નાઠો
ગાળ બોલનાર - વીજળો
ખાઉધરો - ચાટો
હરામખોર - લબાડ
પહેરણ -બડીશ
દારુડીયો - પિધેલ,
0 Comments