આ મંદિર ખેરગામ વેણ ફળિયા ખાતે આવેલ છે. જેમની મનોકામના પૂર્ણ થતાં દર વર્ષે પૂજાના કાર્યક્રમ દરમ્યાન મહાપ્રસાદ માટે દાન લખાવી ધન્યતા અનુભવે છે. પહેલાંના વખતમાં અહી પશુ પક્ષીની બલી ચઢાવવામાં આવતી હતી. પરંતુ જયારથી શિક્ષણનો વ્યાપ વધ્યો હતો ત્યારથી આ પ્રથા બંધ કરવામાં આવી હતી. જે ફળિયાનાં શિક્ષકોને આભારી છે. જેમના દ્વારા આ શક્ય બન્યું હતું.
હાલમાં બરમદેવની પૂજા અર્ચના નિવૃત્ત શિક્ષકશ્રી ઈશ્વરભાઈ બર્જુલભાઈ પટેલ દ્વારા કરવામાં આવે છે. અને વર્ષમાં એક હવન પૂજાનો વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે. જેમાં ફળિયાનાં તમામ લોકો ઉત્સાહથી ભાગ લે છે. દરેક ઘરમાંથી વારા ફરતી પૂજામાં બેસવા માટે નક્કી કરવામાં આવે છે. જેથી બધા લોકોને લાભ મળી શકે. આજુબાજુના લોકો ભાતની કાપણી કે કોઈ પાકની કાપણી કે લણણી કરતી વખતે પ્રથમ બરમ દેવને ભોગ ધરાવાય છે. શાકભાજી કે ફળોને માર્કેટમાં વેચતાં પહેલાં પ્રથમ અહીં બરમ દેવનાં ચરણોમાં ધરાવાય છે. કન્સેરીની પૂજા વખતે પણ બરમદેવની પૂજા તેમજ હવન અચૂક કરવામાં આવે છે.
અહીંની દાન પેટીમાંથી રકમની ચોરી, મંદિરના બલ્બની ચોરી અને મંદિરના ઘંટની ચોરી કરનારને બરમ દેવે પરચો બતાવ્યો હતો.
Location: અહીં ક્લિક કરો.
0 Comments