આદિવાસી રીતરિવાજ મુજબ સારણ ક્રિયા કરતાં વેણ ફળિયાનાં નિવૃત્ત કેન્દ્ર શિક્ષક અને જનતા માધ્યમિક મંડળના પ્રમુખશ્રી અરવિંદભાઈ પટેલ. તેમના દ્વારા આદિવાસી સમાજમાં વડવાઓથી ચાલી આવતી મરણ વિધિઓની (દિયાડો) પ્રથા ફરી ચાલુ કરવાની ભલામણ કરી હતી. જેના પરિણામ સ્વરૂપે સ્વ. બાલુભાઈ પટેલની સાતમી વિધિ કરવામાં આવી હતી. તેમના મત મુજબ ઘણાં સમયથી ઘર કરી ગયેલી બ્રાહ્મણ દ્વારા કરવામાં આવતી વિધીઓને સમાજમાંથી દૂર થતાં હજુ ઘણો સમય માંગી લેશે તેવો તેમણે મત રજૂ કર્યો હતો.
સરકાર દ્વારા પણ નોકરી દરમ્યાન આદિવાસી ઉમેદવારોને પોતે આદિવાસી હોવાના પુરાવા રજૂ કરવાના બનાવો છાપાંઓ છપાતા જોવા મળે છે. આદિવાસી હોવાના પુરાવા લગ્ન, મરણ ક્રિયા, પોતાના દેવી દેવતાઓની પૂજા, પોતાની બોલી, પોતાનો પોશાક, પોતાની કુળ દેવી, જેવી બાબતોના આદિવાસી હોવાના પુરાવા રજૂ કરવા માટે ઉમેદવારોને જણાવવામાં આવે છે. ત્યારે આદિવાસી પૂરવાર કરવા માટે પારાવાર હાલાકી વેઠવી પડતી હોય છે.
0 Comments